ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.1

“લગભગ દસ વાગ્યા છે. હું તને કહેતી હતીને પાડુઆ ભલે નજીક હોય પણ વચ્ચે હાવડા બ્રીજથી અહીં અવવામાં આપણે બે કલાક થઈ જશે.” માહી બોલી.પાડુઆ એક નાનકડું ગામડું છે. ત્યાં લગભગ સો થી બસો જેવા ઘર આવેલા હતા. ગામથી ચંદ્રતાલામંદિર આવેલ છે. તે મંદિરનો એક માત્ર પૂજારી પાડુઆ ગામમાં રહે છે. તેનું નામ શુદ્ધિનાથન્ હતું. જીદના મમ્મીએ કહ્યા મુજબ. તે પૂજારીના પૂર્વજો વર્ષોથી ચંદ્રતાલા મંદિરના જ પુજારી રહ્યાં છે. એટલે માહી અને જીદ સૌપ્રથમ પાડુઆ ગામની અંદર જાય છે. તે બંને પૂજારીના ઘરે જવા માટે આગળ વધે છે.ગામની અંદર જતાંજ પહેલાં એક મોટૉ વડ હતો. તેની ફરતે ગોળ ઓટો હતો