રોમ આસિસ્ટન્ટને જોઈને પ્રશ્ન કરે છે. “can you speak hindi.” આસિસ્ટન્ટ રીંગણી કલરના શર્ટનું બટન બંધ કરતા બોલ્યો. “હા મેં જાનતા હું.”“કિતને વક્તસે તુમ યહાં પે કામ કર રહે હો?”રોમ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યોં હતો. સાથે-સાથે પેલાં રોમિયોની છેડતી પણ. જ્યારે તે જવાબ આપવાનું શરૂ કરતો ત્યારે રોમ તેની ગોળ-ગોળ ફરતો અને તેની સામે જોઇને ઝીણું-ઝીણું હસ્તો.અચાનક જ તેની નજર જીદ પર પડી. તેને રોમિયોને થોડીવાર પછી મળવા કહ્યું. રોમ એકદમ ચોથા ફ્લોર પર ગયો અને ત્યાં ઉભેલા વિનયને વાત કરી. વિનય ત્યાંના સિક્યોરિટી પાસેથી સ્નેહાની ઇન્ફોર્મેશન લઇ રહ્યોં હતો. (હા આ એ જ સ્નેહા. જે જીદ પહેલાં તેની જગ્યાએ કામ