નિતુ : ૧૧૩ (પુનરાગમન) વિદ્યાને જોઈ નિકુંજની ગતિ ધીમી થઈ. બંને થોડીવાર માટે એકબીજાને જોઈ રહ્યા. "વિદ્યા તું!..." નિકુંજ અનાયાસે બોલ્યો. લાગણીભીની થતા એ બોલી, "થયું કે થોડી વાત કરી લઉં, એટલે તારી પાસે આવી છું." "હું તને ફોન કરવાનો જ હતો, પણ પછી થયું કે તને ડિસ્ટર્બ નથી કરવી. ઓફિસમાં તારી સાથે વાત થઈ ગઈ હતી, એટલે..." "હમ્મ... સમજુ છું." કહી તે એકીટશે એની સામે જોઈ રહી. તે એના ઉત્તરની જ રાહ જોઈ રહી હતી. આ જુદાઈએ બંને ખિન્ન હતા. નિકુંજે ફરી કહ્યું, "તને સારું તો નહિ જ લાગતું હોય, આશા નહોતી કે આપણે આટલું સાથે રહીશું