હાઉસફુલ 5

  • 256
  • 80

હાઉસફુલ 5- રાકેશ ઠક્કર         શું બોલિવૂડની ફિલ્મો જોતાં દર્શકોને વાર્તા, વિષય, નિર્દેશન, સામાજિક મૂલ્યો જેવી કોઈ બાબત નહીં પણ માત્ર મનોરંજન સાથે જ લેવા દેવા હોય છે? આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે ‘હાઉસફુલ 5’ (2025) ને બોક્સ ઓફિસ પર સારી કમાણી થઈ છે. આમ જોવા જઈએ તો ફિલ્મમાં ઢંગનું મનોરંજન જ નથી. મનોરંજનના હિતમાં જોવા જવાનું પરિણામ એ આવ્યું કે ઓછી અપેક્ષાઓ સાથે ગયા પછી પણ 'હાઉસફુલ 5' નિરાશાજનક લાગે છે.        ફિલ્મને 'કિલર કોમેડી' કહેવામાં આવી છે પરંતુ અસલમાં એમાં કોમેડીનું ખૂન થયું છે. ‘હાઉસફુલ 5’ ને કોઈ રીતે કોમેડી ફિલ્મ કહી શકાય એમ નથી. અક્ષયકુમાર જેવા કોમેડીમાં કિંગ ગણાતા અભિનેતાને સસ્તા એડલ્ટ દ્રશ્યો કરતો જોઈ નવાઈ લાગશે. હિટ ફિલ્મ માટે કોઈ આવું