લાગણી અને વ્યવહાર...️ આજનો અનેરો દિવસ એટલે વેલેન્ટાઈન ડે... પ્રેમનો દિવસ... અનાયાસે મારું માનવું છે કે પ્રેમનો કોઈ દિવસ હોતો જ નથી... પ્રેમની તો ક્ષણ હોય... એ ક્ષણ જે તમારા જીવનની દરેક ક્ષણમાં ભળીને તમારા જીવનને પ્રેમથી લથપથ કરી દે.. જાણે રસગુલ્લો રસમાં ડૂબીને પોતાને પૂર્ણ મહેસુસ કરતો હોય. પોતાને આનંદિત મહેસુસ કરતો હોય.. બરાબર એમ જ.. એટલું જ મહત્વ પ્રેમનું આ જીવનમાં છે.. પરંતુ આજના દિવસે અહીં વાત કૈક જુદી જ કહેવી છે... ️ શિયાળાની બપોર છે અને એમાંય આછી ઠંડી... મેં ટ્રેનમાં મારી સીટ રોકી લીધી. મારી બાજુની સીટ ખાલી હતી ત્યાં એક કપલ આવીને બેઠું અને સામેની સીટ