ભૂલ છે કે નહીં ? - ભાગ 56

  • 188

એક દિવસ તમે આવ્યા અને કહ્યું કે સ્કૂટર બરાબર ચાલતું નથી ફરી પાછો ખર્ચો કરવો પડશે. મમ્મીએ કહ્યું છે કે તારી પાસે દીકરાના નામ કરણના જે પૈસા આવ્યા હોય તે અત્યારે મને આપ પછી મમ્મી આપી દેશે તને. મેં એ વખતે વધારે વિચાર્યું પણ નહીં કારણ કે તમે સ્કૂટરને કારણે હેરાન થતા હતા એટલે જે પણ રૂપિયા હતા એ બધા તમને આપી દીધા. તમે ફરી પાછું કહ્યું કે મમ્મી પછી આપી દેશે તને. અને તમે એ પૈસા લઈને ચાલ્યા ગયા હતા. એક દિવસ આપણા ફળિયાના લોકો દિકરાને રમાડવા ઘરે આવ્યા. બધા ખુશ હતા અને એમ કહેતા હતા કે જલ્દીથી દિકરાને