મુંબઈથી જાણીતા સાયકાટ્રીસ્ટ ડૉ. કક્ષા ભટ્ટે મેડમ બિલ્લોને ફોન કર્યો. અને કહ્યું “મેડમ ! મારી ૧૨ વર્ષીય દીકરી પર્ણિકા ‘વજીનલ એઈઝનેસીસ’ છે. તમારે એનું કાઉન્સીલીંગ કરવાનું છે. ભલે હું ડૉકટર છું પણ યુ કનો હું પોતે મારી દિકરીનો સામનો કરવા અસક્ષમ છું પ્લીઝ હેલ્પ મી.” મેડમ બિલ્લો ક્ષણભરમાં આખી વાતનો મર્મ સમજી ગયા. એમણે બે દિવસ પછી સુરત ખાતે ડુમસનાં દરિયાકિનારે સાંજે ૪.૦૦ વાગ્યે મળવા જણાવ્યું. ડૉ. કક્ષા ભટ્ટ દિકરી પર્ણિકાને લઈ નિયત સમયે અને સ્થળે પહોંચી ગયા. સમયપાલનનાં ચુસ્ત મેડમ બિલ્લો ત્યાં અગાઉથી જ એમની રાહ જોઈ રહ્યા હતા. બાર વર્ષીય નાજુક, નમણી અત્યંત પ્રતિભાવાન પર્સનાલીટી ધરાવનાર પર્ણિકાને