મિસ કલાવતી - 17

  • 328
  • 122

સવારે વહેલા ઊઠીને બંને નિત્યક્રમથી પરવારીને વિશાળ અને આધુનિક બાથરૂમ માં નાહી- ધોઈને ફ્રેશ થઈને તેમને ગમતાં રંગબેરંગી વસ્ત્રો પહેરીને તૈયાર થઈ ગયાં .કારણકે આજે અડધાથી વધુ દિવસ સુધી તેમને પેરિસ માં ઘૂમવાનું હતું .અને સાંજે તેમના 'પરોમેનસ' ખાતેના આશ્રમે જવાનું હતું. અને ત્યાંથી મોડી રાત્રે પરત આવી રાત્રે આ જ સયૂટ માં નાઈટ રોકાવાનું હતું.    બાપુ અને કલાવતી, સુંદર રંગીન વસ્ત્રો પહેરીને વહેલાં - વહેલાં પ્રખ્યાત 'એફિલ ટાવર' પહોંચી ગયાં . અહીં ટોચ સુધી જવાની એક જણની ટિકિટ ની એન્ટ્રી ફી 25 યુરો છે બંને ટિકિટ લઈને લિફ્ટ માં બેસીને સડસડાટ ટાવર ના ટોચ ના મજલે પહોંચી ગયાં .ઠંડી