પરંપરા કે પ્રગતિ? - 18

  • 308
  • 128

આગળ આપણે જોયું કે જેન્સી અને નીતા બંને પોતાના રૂમમાં જાય છે. પછી બંને ફ્રેશ થઈ અને ડિનર કરવા બેસે છે, ત્યારે નીતા કહે છે, "જેન્સી, આજે મને પેલી લેડી ઇન્સ્પેક્ટર હોસ્પિટલની બહાર મળી હતી."તો જેન્સી કહે છે, "નીતા, ડોન્ટ ટેલ મી... કે તે પાછું કંઈક કર્યું છે! તને મેં કેટલી વાર ના પાડી છે કે તું કોઈ પણ ઊંધા ધંધા ન કર. તારું ફોકસ ભણવા ઉપર હોવું જોઈએ."તો નીતા કહે છે, "અરે મારી મા, મારો ફોકસ તો ભણવા ઉપર જ છે. આ તો એ બીજા કંઈક કામ માટે મને મળવા આવી હતી. બસ, તને તો હું જ બધે દેખાવ