ભાગ સાતમોઆગળ આપણે જોયું કે મીરા નીતાના ઘરે જાય છે. મીરા નીતાના ઘરનો દરવાજો ખખડાવે છે, ત્યારે પ્રમીલાબહેન દરવાજો ખોલે છે. પ્રમીલાબહેન મીરાને સોફા પર બેસવાનું કહે છે. ત્યાં નીતા આવીને મીરા પાસે બેસે છે.નીતા મીરાને પૂછે છે, "હવે આગળ શું કરવું છે?"મીરા નીતાને કહે છે, "મમ્મીએ મારા માટે છોકરો જોયો છે."નીતા બોલે છે, "સીરિયસલી? તું જોક તો નથી કરતી ને? શું સાચે જ કેસી આંટીએ તારા માટે છોકરો જોયો છે?"મીરા કહે છે, "હા, જોયો છે અને કાલે મારે તેને મળવા પણ જવાનું છે. તું આવીશ મારી સાથે તો મને થોડો તારો સપોર્ટ રહેશે. પ્લીઝ નીતા, ના ન કહેતી."નીતા કહે