સિંગલ મધર - ભાગ 27 ( અંતિમ ભાગ )

"સિંગલ મધર"( ભાગ -૨૭)તું કંઈક કરીશ તો હું કંઈક કરીશ,તું જે પગલાં ભરીશ, હું આગળ વધીશ.તારી પહેલ રહેશે, યાદ રાખવા લાયક,એ રીતે ચલો, તો હું કંઈક કરીશ.------કિરણ અને ઝંખના હોટલમાં મળે છે એ વખતે ઝંખનાનો એક્સ હસબન્ડ પિસ્તોલ સાથે આવે છે.રાકેશ હસ્યો.. બોલ્યો..જે થવાનું હશે એ થશે.પહેલા કોને મારું એ વિચારી રહ્યો છું. તને કે પછી આ યુવાનને. ન રહેગા બાંસ ન રહેગી બાંસુરી.કિરણ..ઝંખનાનો કોઈ વાંક નથી. અમારી બીજી મુલાકાત છે પણ તું જુદું સમજી બેઠો છે. જો તું કહીશ તો હું જતો રહીશ. ઝંખના તારી બેબીની માતા છે. એક સિંગલ મધર પર દયા તો રાખ. તારા મગજ પર પાગલપન