ક્યા રેવતી, તેરા શાદી કા આલ્બમમેં તેરે ચેહરે પે ઈતના ટેન્શન ક્યોં હૈ? એક ભી ફોટોમેં સ્માઈલ નહી હૈ .” રેવતી બે ઘડી શાંત રહી. નાનકડુ સ્મિત આપી પોતાના ઘરે આવેલી અને વર્ષો પછી કોલેજના રીયુનિયન બાદ મળેલી શ્રેયા સાથે પોતાના લગ્નનું આલ્બમ જોઈ રહી હતી.રેવતીએ શ્રેયાને કહ્યુ, “ તું પેહલે ચાય નાશ્તા કર લે બાદમેં બતાતી હું .”રેવતી અને શ્રેયાએ ચા-નાશ્તો કરી અલક મલકની- પોતાના કોલેજના રીયુનિયનની વાતો કરી.શ્રેયાએ રેવતીને કહ્યુ, “ અભી બતા, તું ક્યા કહેને વાલી થી?”રેવતીએ જુના દિવસો યાદ કરી કહેવા લાગી, “ શ્રેયા, આપણે કોલેજના છેલ્લા વર્ષ સુધી સંપર્કમાં હતાં પણ પછી તું વિદેશ ચાલી