ભાગ 9: અંત જે અંત નથી લાગતોસમાધિ પાસેની રાત્રિ કાળું કમ્બળ ઓઢીને ખીચાયેલી હતી. કાવ્યા, અવિનાશ અને સૌમ્ય – ત્રણે માણસો હવે માત્ર પાત્રો નહોતા, તેઓ કથા પોતે બની ગયા હતા. અદિતિ હવે એક સ્મૃતિ હતી, પણ એવી સ્મૃતિ કે જે દરેક ધબકારા સાથે જીવતી હતી.કાવ્યાનું મન હવે ઠરેલું હતું – કદાચ પ્રથમવાર. એણે પોતાની જાતને પૂછ્યું – "મારી રેખા હવે કઈ દિશામાં જાય છે? શું હું અદિતિને પાછળ મૂકી શકીશ? કે પછી એ મારી જ એક અદ્રશ્ય છાયા છે?"(અશ્રમ છોડવાનો સમય)મહારાજ સુમેર તેમનો આશીર્વાદ આપી ચૂક્યા હતા. તેમણે છેલ્લી વાર કહ્યું:"સત્ય જ્યારે આખરે જણાય છે, ત્યારે દુખ પણ અવશ્ય