આસમાની રંગની છત્રી રે.. - 2

  • 266
  • 1
  • 100

1.“નીલુ… નીલુ…” પહાડોમાં બાળકીના તીણા અવાજના પડઘા ગુંજી રહ્યા.  પહાડ પરથી ઉતરતી નાની કેડી પર નાના નાના પગ ધબધબ કરતા દોડી રહ્યા.  ક્યાંક પાંદડાં કચરાવાનો અવાજ એ નાનીશી પગલીઓના પગરવ સાથે ભળી એક ધીમું સંગીત પેદા કરી રહ્યો. .“ નીલુ..” બાળકીએ મોં આડી હથેળી રાખી મોટેથી બૂમ પાડી અને સામેથી ભોં.. કરતો અવાજ આવ્યો. એ નીલુનો હતો. નીલુ એ બિંદિયા ની ગાય હતી. બિંદિયા એટલે એ પહાડ પર ઉછરતી, કહો કે પહાડને ધાવીને મોટી થતી દસ અગિયાર વર્ષની બાલિકા.નીલુ અને ગૌરી એ બે બિંદિયા ના ઘરની  ગાયો હતી.  નીલુ ભૂરાશ  પડતી કાળી એટલે એ નામ અને ગૌરી શ્વેત ગાય હતી