અથડામણહમણાં જ સમાચાર પત્રમાં બે જૂથ વચ્ચેની અથડામણના સમાચાર વાંચ્યા, કે બે જૂથ વચ્ચે ધમાસાણ અથડામણ થઈ. કેટલાયના માથા ફૂટ્યા તો, કેટલાય ના હાથ પગ તૂટ્યા. આવી અથડામણો ના સમાચારો તો આપણે અવાર નવાર સમાચાર પત્રો કે ટી વી ચેનલો પર સાંભળતા જ રહીએ છીએ. પણ અહીંયા હું કઈક અલગ અથડામણ ની વાત કરવાનો છું.અને એ અથડામણ છે સમાજમાં પ્રચલિત બે વિચારોની.."ગમવું vs સારું લાગવું"હા! સાચું સમજ્યા આપ. અહીંયા મારે આ બે વિચારોની અથડામણની વાત કરવી છે. પણ ધ્યાન રહે કે ફકત વાત જ કરવી છે. આ બંને વિચારો માંથી "શું સારું" કે "શું ખરાબ" એમાં આપણે નહિ પડીએ, બસ