પ્રાપ્તિ તો જાણે ઉછળી રહી હતી, અરે તે સાંભળ્યું નહીં? આ તો ડાન્સ ક્લાસ ચલાવે છે.. ડાન્સ ક્લાસ.. એટલે એને કેટલો જોરદાર ડાન્સ આવડતો હોય.. હું તો તેની પાસેથી જ શીખીશ.. અને પછી તો આપણું પર્ફોર્મન્સ જોરદાર હશે.. શું આમ ગમે તેની વાતોમાં આવી જાય છે? બંને જણાં પ્રેક્ટિસ હોલમાં પહોંચી ગયા..સૌનું ધ્યાન તેમની તરફ જ હતું.કારણ કે તેમની પાછળ પાછળ કોલેજના મ્યુઝિક ટીચર ક્રીષ્ના શ્રીવાસ્તવ આવી રહ્યા હતા. ક્રીષ્ના શ્રીવાસ્તવ કલાના પ્રશંસક હતા અને કલા પ્રત્યેના પોતાના અભિગમ બાબતે થોડા સ્ટ્રીક્ટ પણ હતા.. છોકરાઓએ જાતે બનાવેલા પ્રોગ્રામના લિસ્ટ ઉપર અને ડાન્સ તેમજ ડ્રામાના પાર્ટીશિપેટ્સના લિસ્ટ ઉપર તેમણે પોતાની નજર સ્થિર