જે પણ હોય આપણા દિકરાના નામ કરણનો પ્રસંગ સારી રીતે પતી ગયો. એકાદ અઠવાડિયા પછી મમ્મી પણ બા અને કાકી સાથે આવીને દિકરાને રમાડી ગયા હતા. એમને પણ મારા ઘરેથી જે વ્યવહાર કરવાનો હોય તે કર્યો હતો. એ લોકો પણ મારા ઘરેથી ખુશ થઈને જ ગયા હતા. દિવસો પસાર થતા હતા. દિકરો લગભગ એક મહિનાનો થયો ત્યારે મમ્મી ના પિયરના ગામમાં કોઈકના લગ્ન હતા. ત્રણ દિવસનો કાર્યક્રમ હતો. તમે અને મમ્મી ત્યાં ગયા હતા. તમે બે દિવસ રહીને ત્યાંથી આવી ગયા પણ ત્યારે જ ખબર પડી કે આપણે ત્યાં બાજુમાં કાકી રહે તેમના જમાઈનું મૃત્યુ થયું છે. તમે તો ત્યાં