મારું દિલ નેહડામાં - 1

  • 720
  • 246

ભાગ ૧: પરદેશી પંખો મીત પટેલ… એક એવું નામ જે ન્યૂયોર્કના એક ખૂબ જ પ્રભાવશાળી ગુજરાતી પરિવારમાં ઉછર્યું હતું. બાળકોએ નાની વયથી જે જોયું હોય તે જ તેમને પોતાનું લાગે છે - અનેઅને મીત માટે એ ભવ્ય નગરજીવન જ આખી દુનિયા હતું. છતાં, ભવિષ્યનાં મોટા વાણીજ્યક સપનાઓ વચ્ચે, મીતના જીવનમાં એક સાવ નમ ઘૂંઘટ જેવી શૂન્યતા હંમેશાં રહેતી… એક ખાલી જગ્યા જે ચમકદાર ઘડિયાળોથી, લક્ઝુરિયસ કાર્સથી કે વ્યસ્ત મીટિંગ્સથી પણ ભરાઈ ન શક્યું. એના પિતા, રમેશભાઈ પટેલ - મૂળ ગુજરાતના ગિર વિસ્તારના નાનકડા ગામ ‘નેહડા’ના વતની. એમણે પોતાનો સમય ખેતીથી શરૂ કરીને પછી અમેરિકા જઈ સફળ બિઝનેસમેન તરીકે ઊભા રહ્યા હતા.