સાઈના હવે તેની સામે ખુલ્લીને વાત કરે છે. “મારી કોલેજમાં એક નયન નામનો છોકરો હતો. જેમ તું જાણે છે તેમ. આખા ભારતમાં સારામાં સારી કમ્પ્યુટર્સ કોલેજ તે છે. કદાચ તે પણ મારી જેમ કમ્પ્યુટરનો શોખીન હતો. અંગ્રેજી અને ગુજરાતીભાષા સિવાય તે વધુ બે ભાષાનો તજજ્ઞ હતો. હિન્દી અને બંગાળી.”“હું તેને જ્યારે પહેલીવાર મળી ત્યારે તે પણ મારી જેમ એ પણ પ્રિન્સિપાલની ઓફિસમાં એક ખૂણામાં ઉભો હતો. લગભગ અડધું વર્ષ પૂરું થઈ ગયું હતું અમારા ભણતરનું. પ્રિન્સિપાલે પ્રશ્ન અમને કર્યો. કાલે તમે બંન્ને મેન કોમ્પ્યુટર હોલમાં શું કરતાં હતાં?”‘હું વિચારમાં પડી ગઈ. (અમે બંન્ને મેં તો આને અત્યારે જોયો.) હું કંઈ