ચંદ્રવંશી - પ્રકરણ 2 - અંક 2.1

  • 920
  • 464

શહેરની એકદમ વચ્ચે ચાર રસ્તા પર એક મોટી બિલ્ડીંગ હતી અને એ પણ આખી કાચની. શ્રીવાસ્તવ પાવર કોમ્પ્લેક્સ તે બિલ્ડીંગનું નામ અંગ્રેજીમાં લખાયેલું હતું. તે બિલ્ડિંગનું નામ સાદાબોર્ડમાં નહીં પણ ડિજિટલ બોર્ડ પર લખ્યું હતું. જેથી રાતે પણ તેનું નામ દેખાતું રહે. જીદ ટેક્ષીની બારીમાંથી રસ્તા પર એકસાથે ચાલી રહેલા કેટલીય ગાડીઓ અને બસોને જોઈને જ ચોકી ગઈ હતી. જીદ જાણે લંડન આવી ગઈ હોય તેવો એહસાસ તેને થઈ રહ્યો હતો. જીદની નજર તે બિલ્ડીંગ ઉપર પડી. બિલ્ડીંગને જોતા જ તેની નજર ડિજિટલબોર્ડ ઉપર ચોંટી રહી. જીદ એક-ટક થઈને જોવા લાગી. જેના નામના અક્ષરો ઉપર વારા-ફરતી(એક પછી એક) કલર બદલાયા