જીદ માહિના ઘરે આવે છે. માહીનું ઘર કોલકાતાના દાજીપરમાં છે. માહીએ બારણું ખટ-ખટાવ્યું. “હા આવી રહીં હું.” હિન્દી અને ગુજરાતીનું મિશ્રણ કરતી માહિની મમ્મીએ બારણું ખોલ્યું. “ઓહો બહુ જલ્દી આવી ગયા દીકરા.” માહિની મમ્મીએ વ્હાલ સોયા શબ્દોથી બંન્નેનું સ્વાગત કર્યુ. જીદ માહીના મમ્મી અને પપ્પાને મળે છે. તેમના ચરણ સ્પર્શ કરે છે અને આશીર્વાદ લે છે. તે બધા નવા-જૂની વાતો કરે છે અને આમ, તે સાંજ જીદ માટે ખુશીમાં ફેરવાય જાય છે. રાતે જમીને જીદ તેની મમ્મીને માહિના ઘરનાં ટેલીફોનમાંથી ફોન કરે છે પણ કોઈ કારણોસર ટેલિફોનનો કવરેજ પ્રોબ્લેમ હતો. ત્યારબાદ માહી તેના ગુજરાતવાળા આંટીને ફોન કરે છે. તેમને ફોન