પ્રકરણ 3 : "વિજય તૈયાર છે?" વિજય અને હેતા હવે અવારનવાર સવારે જ્યુસ સેન્ટર પર મળવા લાગ્યા. ત્યાંજ સાંજનો પ્લાન બની જતો. હેતા કોઈ ને કોઈ બહાને વિજયને બાલભવન બોલાવતી. ક્યારેક કોઈનો બર્થડે, ક્યારેક ગેમ્સ ઇવનિંગ, ક્યારેક અમસ્તું જ. વિજય હવે બાળકો સાથે ઘણો સમય પસાર કરવા લાગ્યો હતો. વિજયને મિષ્ટી સાથે ભારે લગાવ થઇ ગયો. થોડા દિવસો પછી તે લગભગ રોજ તેને મળવા આવતો. હવે તેને હેતા ના બહાનાઓની જરૂર રહી ન હતી. હવે તેની પાસે કારણ હતું. મિષ્ટી - તેને આ 5 વર્ષની ઢીંગલી જેવી બાળકીની માયા લાગી ચુકી હતી. તેની કાલી કાલી વાતો સાંભળ્યા વિના તેનો