ભૂલ છે કે નહીં ? - ભાગ 54

  • 218
  • 72

મમ્મીનો જવાબ સાંભળીને મેં મારી મમ્મીને કહ્યું કે તને જે યોગ્ય લાગે તે કરજે એમણે કંઈ કહ્યું નથી. દિકરાને રમાડવા આવવાના હતા એના આગલા દિવસે ઘરમાં મમ્મી પપ્પા બેન બનેવી બધા ખૂબ જ તૈયારી કરતા હતા. એ સમયે મારા કાકીએ મમ્મી ને બિલકુલ મદદ ન કરાવી. જ્યારે એમની દિકરીના લગ્નના સમયે મારી મમ્મીએ એમના બધા જ કામ ઉપાડી લીધા હતા અને કહ્યું હતું કે ઘરમાં હું જોઈ લઈશ તું બહારના કામ પતાવ. દિકરાને રમાડવા આવવાના હતા તે એમની દિકરીને પણ કહ્યું હતું કે તું પણ આવજે થોડી મદદ રહેશે પણ એણે કહ્યું કે અત્યારે એનાથી ના અવાશે. પછી આવી જશે.