નંદિની...એક પ્રેમકથા - ભાગ 9

     ન્યાયાધીશ પોતાની બેઠક પર છે. બંને પક્ષનાં વકીલ હાજર છે.ભાનુ પ્રતાપસિંહ નાં વકીલ(ઘોષણા કરતા)"માનનીય ન્યાયાધીશ શ્રી",કોર્ટરૂમની અંદર ગમગીની છવાઈ ગઈ હતી. ગામના બધા લોકો આશાભરી નજરે શૌર્ય અને તેના વકીલ તરફ જોઈ રહ્યા હતા. શૌર્યનો વકીલ ઊભો થયો અને નમ્ર અવાજે જજ સમક્ષ પ્રસ્તાવ મુક્યો:અમારી તરફથી વિનંતિ છે કે આ જમીન અમે કોઈ વ્યાપાર માટે કે નફા માટે માંગતા નથી. અમે સેવાભાવના ઉદ્દેશ્યથી માંગીએ છીએ.અમે ગાઢ જંગલ બનાવવા માંગીએ છીએ. ઘાયલ પશુ પંખી ને સાચવવામાં આવે, રખડતી ગાયો ને આશરો મળે. જજ એ શાંતિથી મોઢું ઉંચું કરી પુછ્યું:"તમારી આ વાતોનો પુરાવો શું છે? એ જમીનનો સાચો હેતુ શું રહેશે?"શૌર્ય