અનુભવ-1દરરોજની જેમ હું કાલ સવારે ઘરેથી બાઇક લઈને ઓફિસ જવા માટે નીકળ્યો. મારી ઓફિસ બાજુના તાલુકા મથકે આવેલ એટલે ઘરેથી અડધો-પોણો કલાક વહેલા જ નીકળવું પડે અને એમાંય આ વરસાદના દિવસો એટલે ક્યારે મેઘરાજા આવે અને એનોય વાંધો નહીં પણ વળી આપણે કોઈની યાદોમાં ખોવાઈ જઈએ તો... ઓફિસે મોડું થઈ જાય ને...હજુ ઘરેથી નીકળ્યો ત્યાંજ રસ્તામાં આવતા બસ સ્ટેન્ડે, મેં બાજુવાળા ભાભીને ઉભેલા જોયા... આહાહા હું તો ગદગદિત થઈ ગયો...એમની નમણી કાયા.... લાલ સાડી.... કાળા ડિબાંગ ખુલ્લા વાળ.... ચમકતા એમના હોઠ.... માથાની બિંદી..... હું તો મનોમન હરખાયો અને ઓલી Advertisement આવે છે ને એની જેવું થયું..."बेटा! मन मे लडू फूटा।" બસ એવું