પડીકા

  • 200
  • 66

️ (વાચકો ને મારી નમ્ર વિનંતી કે આપ મારા આ લેખને સ્ટાર આપો કે ન આપો.. બસ જો તમને અહીં લખેલી બાબત લાગુ પડતી હોય તો અનુસરવા પ્રયત્ન કરશોજી...) રાજુની સવાર ની સાત વાગ્યા ની સ્કૂલ હતી. રાજુ ત્રીજા ધોરણ માં ગુજરાતી માધ્યમની સરકારી શાળા માં ભણતો હતો. એના મમી એ એને સવારે સવા છ આસપાસ જગાડ્યો. રાજુ જાગીજાં ભાઈ, ઉઠીજા રાજુ, ચાલ હવે જાગી જા, નહીં તો સ્કૂલે જવામાં મોડું થઈ જશે અને સાથેસાથે મનેય ઓફિસે જવામાં મોડું થશે.. એની મમીએ રાજુને જગાડવા માટે મોટે મોટે થી બુમો પાડવાની શરૂ કરી ત્યારે માંડ માંડ આઠ- નવ વરસ નો રાજુ આંખ