ભાગ 2: અંતરાળમાં છુપાયેલું સત્ય( – સવારે 4 વાગે, કાવ્યાનું દિલ તૂટી ગયું)રાત વીતી ગઈ હતી… પણ કાવ્યા માટે એ તો કોઈ ઝેરી ઉજાસ જેવી હતી. અવિનાશે કહ્યું હતું કે, "હું મારી બહેનની હત્યામાં મુખ્ય આરોપી રહ્યો છું…" — એ પળે કાવ્યાની દુનિયા ચકનાચૂર થઈ ગઈ હતી.તે આંખો બંધ કરીને આખી રાત એ જ વિચારતી રહી —"એ વ્યક્તિ જેને હું ધીમે ધીમે મારા અંતરમાં જાગ્યા વિના પ્રેમ કરવાનું શરૂ કર્યું… શું એ એક હત્યારો હોઈ શકે?"ઘરનો દરવાજો ખૂલી રહ્યો હતો… સાફિયા બાઈએ કાવ્યાને ચા આપતી કહ્યું:સાફિયા: “બેબી… આખી રાત લાઈટ ચાલુ હતી. બધું ઠીક છે ને?”કાવ્યા: “ઠીક છે સાફિયા બાઈ…