"ન શોધું તોય, કોણ જાણે કેમ અણધાર્યુ મળે છે!ન માગું તોય સામેથી વણમાગ્યુ મળે છે."- મૃગતૃષ્ણાડબ્બી એનાં ખિસ્સામાં હતી, પરંતુ એનો સ્પર્શ હજી પણ એના આંગળા પર અનુભવાતો હતો, જાણે કોઈ જીવંત વસ્તુ હોય.શુટિંગના બાકીના ભાગમાં સૅમનું મન ભમતું રહ્યું. એ કેમેરા સામે હતો, સૂચનાઓનું પાલન કરતો હતો, પણ એનું ધ્યાન વારંવાર ખિસ્સામાં રહેલી પેલી ડબ્બી અને ચાવી તરફ જતું હતું. "રૉય પરિવાર સાથે જોડાયેલું... એક જૂનું રહસ્ય... એક અધૂરી શોધ." દાદુના શબ્દો એના મનમાં પડઘાતા રહ્યા.એણે ક્યારેય પોતાના પરિવારના ભૂતકાળ વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું નહોતું. દાદુએ એના મમ્મી-પપ્પાના અકાળે અવસાન વિશે વાત કરી હતી, પણ એ સિવાય પરિવારના ઇતિહાસ વિશે