રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 2

  • 228
  • 68

"નથી લીધો રસ્તો, ન જાવું એ તરફ મારે,છતાં દર વળાંકે સામે, એ જ રસ્તો આવે, ખબર નથી પડતી પ્રારબ્ધે શો ખેલ રચ્યો છે!નથી જોઈતી તોય મંઝિલ શોધતી મને આવે."- મૃગતૃષ્ણાપોર્શે પેરિસના રસ્તાઓ પર સરકતી રહી, અને સમય પોતાના વિચારોમાં ખોવાયેલો હતો. એફિલ ટાવરની જેમ જ એના મનમાં પણ પ્રશ્નો ઉંચા ને ઉંચા થઈ રહ્યા હતા. દાદુ, વ્યોમ રૉય, બાજુમાં બેસીને બહારના દ્રશ્યો નિહાળી રહ્યા હતા, પણ એમનું ધ્યાન સમયના ચહેરા પર વારંવાર છવાતી ગડમથલ પર જ હતું."આપણે પહોંચી ગયા," સૅમે ગાડી પાર્ક કરતાં કહ્યું. એમની સામે એક જુનવાણી, પથ્થરોથી બનેલું, શાંત દેખાતું ચર્ચ હતું. એનું સ્થાપત્ય ગોથિક શૈલીનું હતું, અને એની