કાયદાનાં લાંબા હાથ પણ ટુંકા પડ્યા

  • 562
  • 172

સમગ્ર વિશ્વમાં દરેક દેશનો પોલિસ વિભાગ ગુનેગારોને ટ્રેક કરવા માટે સમય અને ઉર્જાનો ઉપયોગ કરે છે.મોટાભાગનાં દેશોમાં દરેક શહેરમાં મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની યાદી જોવા મળે છે.ટેલિવિઝન પર પણ તેના પર આધારિત કાર્યક્રમો પ્રસારિત થતા હોય છે અને તે કારણે ઘણાં અપરાધીઓ ઝબ્બે થતાં હોય છે પણ ઘણાં એવા ગુનેગારો છે જે પોલીસની સાથે સફળતાપુર્વક સંતાકુકડી રમી શકે છે અને તેમની પકડથી દુર રહે છે આ ગુનેગારો એટલા શાતિર હોય છે કે કાયદાનાં લાંબા હાથ તેમના માટે ટુંકા પડે છે.પેન્સિલ્વેનિયાનાં સેક્સોનબર્ગ નામનાં એક નાના શહેરમાં પોલીસ ચીફ તરીકે કામગિરી બજાવતા ગ્રેગરી આડમ્સને ૧૯૮૦માં ડોનાલ્ડ યુજિન વેબ્બે ઠાર કર્યા હતા.આડમ્સે વેબને એક