મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 18

  • 186
  • 1
  • 52

હુકમચંદે લાંબો વિચાર કર્યા વગર ભગાલાલને પાંચલાખ રૂપિયા રોકડા આપી દીધા હતા. કારફેક્ટરીમાં ભાગીદાર બનવા અને આખા જિલ્લાની એજન્સી લેવા તલપાપડ થયેલા હુકમચંદે વિચારવા માંડ્યું. લોકો પૈસા રોકે તો એને પાંચ ટકા કમિશન મળવાનું હતું એટલે ગામમાં કોણકોણ પૈસા રોકી શકે એમ છે એનું લિસ્ટ પણ બનાવી નાંખ્યું.  હુકમચંદને મીઠાલાલના ઘરે મૂકીને એ સીધો જ વજુશેઠને મળવા ગયો. હુકમચંદને ખબર હતી કે વજુશેઠ પાસે ઘણી મૂડી છે.    વજુશેઠે હુકમચંદની વાત શાંતિથી સાંભળી. ધંધુકા જેવા વિસ્તારમાં આવો મોટો ઉદ્યોગ સ્થપાવાનો હોય તો એના વિશે કેમ કંઈ સાંભળવા મળ્યું નથી એ સવાલના જવાબમાં ભગાલાલે જે કહ્યું હતું એ હુકમચંદે જણાવ્યું. પણ વજુશેઠને