ઘણાં સમય પછી ગામનું વાતાવરણ આજે હળવું હતું. શ્યામળદાસ અને ગામના વડીલ અગ્રણીઓ ગઈ રાત્રે ગ્રામસભા બોલાવી બધાને કોર્ટના ઓર્ડર વિશે અને ગામની જમીનના લીગલ દસ્તાવેજો ની વાત જણાવી દીધી હતી. આખું ગામ લડવા પણ તૈયાર છે, જીતવા પણ તૈયાર છે અને જીતમાં સાથ આપવા પણ તૈયાર છે. ગામના એવા લોકો જે મોટા કર્મચારીઓને જાણતા હોય તેઓએ નક્કી કર્યું કે તેઓ તેને મળશે અને સલાહ લેશે. ને જરૂર પડશે તો તેને બોલાવવામાં પણ આવશે. આમ આખી ગ્રામ સભા મળી નક્કી કરે છે. "બધાં એ મળી તૈયારીઓ કરી લીધી છે."નંદિની આજે વહેલી જાગી ગઈ હતી.તે મંદિરે જઈ રહી