ભૂલ છે કે નહીં ? - ભાગ 53

  • 344
  • 142

આ એ સમયગાળો હતો જ્યારે મને મારો ભૂતકાળ બિલકુલ યાદ ન હતો. જ્યારથી મને હું મા બનવાની છું એ ખબર પડી હતી ત્યારથી જાણે મારી દુનિયા આપણા સંતાનની આસપાસ ફરતી હતી. બસ, દિકરાના જન્મતાની સાથે મને ફક્ત આપણો સુખી સંસાર દેખાતો હતો. આમ તો જ્યારથી આપણા લગ્ન નક્કી થયા ત્યારથી મેં કોઈ દિવસ ભૂતકાળ યાદ કર્યો જ ન હતો કે ન મને ક્યારેય યાદ આવ્યો હતો. પણ જ્યારે આપણા દિકરાનો જન્મ થયો ત્યારે મને સતત એક વિચાર આવતો હતો કે મારા જીવનની આ સૌથી મોટી ખુશી હું એમની સાથે વહેંચું. મારે મારી ખુશી ની વાત એમને કરવી હતી કેમ ખબર