"સિંગલ મધર"( ભાગ -૨૪)કિરણ પર મીનુંનો મેસેજ આવે છે.પછી એક બીજો મેસેજ પણ આવ્યો.જોયું તો ઝંખના મેડમનો હતો.આવતીકાલે સાંજે મોડું નથી કરવું પણ સાંજે સાત વાગ્યે આવીશ.કિરણ આ બંને મેસેજ વાંચીને ધર્મ સંકટમાં મુકાઇ ગયો.પહેલાં કોને મળવા જવું જોઈએ?ભાઈને વિચારતો જોઈને બહેન વ્યોમા બોલી.ભાઈ.. શું વિચારો છો? શું થયું? કોનો મેસેજ છે? ઝંખના દીદીનો?કિરણ..એ વિચારું છું કે પહેલા કોને મળું? મીનુંનો મેસેજ હતો કે આવતીકાલે સાંજે સાત વાગ્યે મળીશું. પછી તરતજ ઝંખના નો મેસેજ આવ્યો હતો કે સાત વાગ્યે આવીશ. તો પહેલા કોને મળું? વ્યોમા..એમાં શું વિચારવાનું. મીનું એ આટલા વખતથી તમને રાહ જોવડાવી છે. તો એને એક કલાક રાહ જોવડાવો.