'ઝયુરીક' એરપોર્ટ બહાર વાતાવરણ ખુશનુમા હતું. ખુલ્લા 'નીલા' આકાશમાં ઠંડી હવા લહેરાઈ રહી હતી. કલાવતી ઘડિયાળમાં નજર કરી. સ્થાનિક સમય પ્રમાણે દિવસના ૧-૩૦ વાગ્યા હતા .અમદાવાદથી પુરા અગિયાર કલાકની મુસાફરી કરીને તેઓ સ્વીઝરલેન્ડના સૌથી મોટા શહેર'ઝયુરીક' પહોંચ્યાં હતાં .એક ટેક્સી ભાડે કરીને બંને 'એડન લક્ઝરી સયુટ હોટલ' પહોંચ્યાં .જ્યાં તેમનો સયુટ પહેલેથી જ ઓનલાઇન બુક થયેલો હતો.હોટલ પહોચીને તેમણે આઠ કિલોમીટર અંતર ના- 50 'સ્વિસફેક' ટેક્સીનું ભાડું ચૂક્યું. ટેક્સી હોટલના દરવાજે પહોંચતાં જ હોટલમાં થી પાયલોટ ના જેવા ડ્રેસ પહેરેલ એક પુરુષ અને એક યુવતી દોડી આવ્યાં . તેમણે ટેક્સીનો દરવાજો ખોલીને 'વેલ કમ સર ! વેલ કમ મેડમ !'