અભિન્ન - ભાગ 9

  • 498
  • 214

ભાગ 11 બે મહિના પહેલારાહુલ સવાર સવારમાં પોતાની કેબિનમાં બેસીને પોતાના મેનેજર મનોજ અને સેક્રેટરી બાના સાથે વાત કર રહ્યો હતો. મનોજની આપેલી ફાઈલને તેણે ગુસ્સા સાથે જોયા બાદ ફેંકી દીધી. પોતાના બંને હાથ પોતાના માથામાં ફેરવવા લાગ્યો અને એના મનની વ્યથા સ્પષ્ટ દેખાતી હતી.તે થોડા ગુસ્સા સાથે બોલ્યો; "યાર કોઈ તો રસ્તો હશે જ ને?"મનોજ તેના મેનેજરની સાથે સાથે તેનો સારોએવો મિત્ર પણ હતો. તેણે જવાબ આપતા કહ્યું; "રાહુલ! મેં ટ્રાય કરી છે પણ એ લોકોનો હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો."તો મિસ. બાના બોલી; "એક્ચુલી સર, કોઈ JC નામની કંપની આ પ્રોજેક્ટ લ તેવા ચાન્સ છે.""તેનું કારણ?" મનોજે આશ્વર્ય