અસ્વિકરણ:આ રચના સંપૂર્ણપણે કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત તથા કોઈપણ ઘટના, ધર્મ, પ્રદેશ સાથે સંબંધ નથી. જો કોઈ સામ્યતા જણાય તો એ સંયોગ માત્ર છે. ****************ડિસેમ્બરની હાડ થીજવી દેતી ઠંડક પેરિસની ગલીઓને સૂમસામ કરી બેઠી હતી એવામાં હિટર ઓન હોવાં છતાં Champ de Mars નામક એપાર્ટમેન્ટમાં પોતાના ૧૪૭૦ ચો. ફૂટ નાં આલીશાન, આધુનિક સુવિધાઓથી સજ્જ બૅડરૂમમાં સૂતેલાં એ ૨૫ વર્ષનાં સુદ્રઢ બાંધો ધરાવતા સુંદર નવયુવાનને પરસેવો વળી રહ્યો હતો. એ સ્વપ્ન જોઈ રહ્યો હતો અને સ્વપ્નમાં એને કોઈ રહસ્યમય અવાજ પોકારી રહ્યો હતો. એ ઝબકીને જાગી ગયો. એનાં શ્વાસોશ્વાસની ગતિ અને ધમણની માફ્ક ઉપર-નીચે થતી છાતી રેલાતા પ્રસ્વેદ બિંદુઓને દિશા