બેક વોટર ટુર કેરાલાઆ ટૂર વિશે ઘણા લોકોને, હું ગયો ત્યારે ખબર નહોતી. લોકો એર્નાકુલમ અને કોચીન વચ્ચે માછીમારોની ચાઇનીઝ નેટ જાળ બતાવી એક થી બીજા કાંઠે વીસ પચીસ મિનિટ ફેરવે છે એને જ કેરાલા મુસાફરીની બોટ રાઈડ સમજે છે. આ હું વર્ણવું છું તે આખા દિવસની ટૂર, અગાધ જળરાશિ વચ્ચેથી, બેય બાજુ નાનાં ટાઉન અને ગામો તેમ જ મેનગૃવ એટલે પાણીનાં ઝાડી જંગલ વચ્ચેથી જાય છે. એ દિવસમાં એક જ ટૂર હોય છે. કેટલાક લોકો માને છે એમ લોકો આવે જાય ને બોટવાળાઓ ઉપાડતા જાય એવું નથી. એ ચોક્કસ સમયે ઊપડે, ચોક્કસ સમયે પહોંચે છે. એ બેક વોટર ટૂર