સ્વયંને કેવી રીતે ઓળખવું?

  • 788
  • 220

ખુદની સાચી ઓળખ કઈ? ધારો કે, તમારું નામ “ચંદુલાલ વકીલ” છે. હવે તમને કોઈ પૂછે કે “તમે કોણ?” તો તમે કહેશો, “હું ચંદુ.” પણ ખરેખર તમે ચંદુ કે તમારું નામ ચંદુ? નામ એ તો આ શરીરને ઓળખવા માટે આપેલું સાધન છે. જેમ કોઈ દુકાનને ઓળખવા માટે તેના ઉપર પાટિયું મારેલું હોય કે ‘જનરલ ટ્રેડર્સ’, હવે આપણે એ દુકાનના માલિકને કહીએ કે “એય જનરલ ટ્રેડર્સ! અહીં આવ!” તો એ કહેશે કે “મારું નામ તો જયંતિલાલ છે, જનરલ ટ્રેડર્સ તો મારી દુકાનનું નામ છે.” તેવી જ રીતે ‘ચંદુલાલ’ એ શરીરને ઓળખવાનું પાટિયું છે. આપણે નામ નથી, પણ નામના માલિક છીએ.જેમ હાથમાં ઘડિયાળ