તમે કહેવત તો સાંભળી હશે,"સુધારે એ સંત અને બગાડે એ બાવો". અહીંયા બાવો એટલે જે કામચોર હોય એને સાદી ભાષામાં બાવો કહેવામાં આવે. ઘણા અમથા અમથા બાવા બની જતા હોય છે અને ઘણા જાત મહેનતે બાવા બની જતા હોય છે. દાખલા તરીકે જો કોઈ સારો વ્યક્તિ દેશી અથવા ઇંગ્લિશની (ઈશારો સમજી ગયા હશો) ઝપટે ચડી જાય તો ટકો અથવા બાવો થતા જરાક પણ વાર નથી લાગતી. પણ હવે જેને હાથે કરીને બાવો બનવું હોય એને રોકે પણ કોણ. ચાલો માણીએ રમુજી કિસ્સો. બાપુજી પણ ખરા છે! એમનું નામ હરગોવિંદદાસ, પણ આખું ગામ એમને "હરખચંદ" કહે. આમ જુઓ તો એમના જીવનમાં