ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૩

“અરે તેને ક્યાં ગુજરાતી આવડે છે. ટેનસન નોટ યાર.” હસ્તા-હસ્તા રોમ બોલ્યો.“પણ તું સમજને ગમે ત્યાં ગમે તે કહી દે છે.” વિનય બોલ્યો.રોમની નઝર એર હૉસ્ટેસની સામે જ હતી અને જાણે તેને બળતરા થતી હોય તેમ ઉંચેથી બોલ્યો. “ઓહ અચ્છા એટલે તું આ એરહોસ્ટેસ્સને લાઈન મારે છે. હૂઁ પણ વિચારતો કે તને ગુજરાતની યાદ કેમ આવે છે અને તું હંમેશા પ્લેનમાં જ કેમ આવે છે. છેલ્લીવાર હું અને તું સાથે આવ્યા હતા, ત્યારે પણ આજ એર… હોસ્ટસ હતી નય! તારા મમ્મીને મલવાનું તો એક બાનુ જ છે."રોમની વાત સાંભળીને જીદ હસવા લાગી. તેના બંને હાથ તેના મોઢાને ઢાંકવા નિષ્ફળ નીવડ્યા