ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૧

  • 396
  • 132

બીજે દિવસે સવારે સાડા છ વાગ્યે ઘડિયાળનો એલાર્મ વાગ્યો “ટીટી-ટીટ… ટીટી-ટીટ… ટીટી-ટીટ...” લગભગ એક મિનિટ વાગ્યો. જેથી જીદ જાગી ગઈ. તેને માહીને પણ ઉઠાડી દીધી. માહિ તેની આંખો ચોળતી-ચોળતી તેના ચશ્માં શોધી રહી હતી. તેના ચશ્મા સોફાની પાછળ પડી ગયા હતા. માહિ ચશ્મા લઈને ચડાવે જ છે કે, સામેની દિવાલ પર તેના અંકલના ફોટાઓ જોવે છે. તેને જોયું કે અંકલ જ્યોર્જના બાળપણના ફોટા અને તે જે હાલમાં છે, તેમાં જમીન આસમાનનો ફર્ક હતો. માહીના પપ્પા હંમેશા તેના અંકલના વખાણ કર્તા હતા. આ તે જ અંકલ જ્યોર્જે હતા. એકદમ સ્વીટ છોકરી જેવા અને ધોળા તો એટલા કે અંગ્રેજોને પણ પાછા પાડીદે.