જૂહી પોતાની વોટરબોટલ હાથમાં લઈને કેબિનમાંથી બહાર નીકળી અને લવે તેને પૂછ્યું કે, "કાલનું કન્ફર્મ છે ને..?""સર હું તમને કોલ કરું...!!"લવે કહ્યું "ઓકે" અને બંને છૂટાં પડ્યાં.હવે આગળ....જૂહીએ કદી કોઈ છોકરા સાથે વાત પણ કરી નહોતી કે આ રીતે તે કદી કોઈ છોકરા સાથે ક્યાંય પણ ઘરની બહાર ગઈ નહોતી...અરે છોકરા સાથે તો શું..?? પણ કોઈ છોકરી સાથે પણ તેને ઘરમાંથી બહાર જવાની છૂટ નહોતી...તેને પોતાની કાકીની ધાક જ એટલી બધી હતી કે તેની કાકી તેને બેસ કહે તો જૂહીને બેસી જવું પડતું અને ઉભી થા કહે તો જૂહીને ઉભું થઈ જવું પડતું હતું એટલે ક્યારેય કોઈની સાથે આ રીતે