આ બાજુ, મીરા તેની મમ્મીને મળવા તેના ઘર તરફ જાય છે.અને બીજી તરફ, માનવના ઘરે તેના લગ્ન માટે છોકરીઓના માગા આવ્યા હોય છે. માનવની મમ્મી છોકરીઓના ફોટા જોઈને કહે છે, "આમાંથી એક પણ છોકરી મને ગમતી નથી. મારા માનવને એક પણ લાયક નથી. મારા માનવ માટે તો એક ખાસ છોકરી હોવી જોઈએ – સર્વગુણ સંપન્ન, સ્વાભિમાની, ખુદ્દાર, એકદમ મારા માનવ જેવી."નીતા (મીરાની નાનપણની બહેનપણી)ની મમ્મી, માનવ માટે બે-ચાર માગા લઈને ગઈ હતી. તે કહે છે, "આ સૌથી સારી છોકરીઓના ફોટાઓ છે. હવે પછી મને ન કહેતા, મારી પાસે જેટલા સારા માગા હતા તે તમને બતાવી દીધા છે. આથી, વધારે આશા