મામા નો ભાણિયો

  • 446
  • 156

સવારે જાગ્યો અને જાગીને ઘરની બહાર નીકળી ને આસપાસ નું કુદરતી વાતાવરણ જોતો હતો.. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા.. એમાંય ખાસ તો ચકલી ચી ચી.... આહા.. ત્યાંથી પાછો ઘરમાં આવીને મે ચા પીધી અને નાસ્તો કરીને બેઠો હતો ત્યાં જ તો ધર્મપત્નિ નો ઓર્ડર આવ્યો કે આટઆટલી વસ્તુઓ બજારમાંથી લઈ આવો.. પછી  તમે ઓફિસે ચાલ્યા જશો અને સાંજ સુધી ડોકાશો નહિ.. એટલે મેં ધીમેથી કીધું હા આપ નિશ્ચિંત રહો હું હમણાં જ થોડી વાર માં લઈ બધી ઘરવખરી લેતો આવું છું. તો તરત જ પાછો સામેથી પ્રત્યુતર આવ્યો... ના થોડી વાર માં નહિ અત્યારે જ લઈ આવો. લ્યો આ કાપડ