સ્ત્રી.. એક હુનર..આજે બપોરે 12.30 કલાકે સમાચાર મળ્યા કે અમારા ગામમાં અમારા ઇષ્ટદેવ ની પૂજ્ય જ્યોત બપોરે 1.30 કલાકે આવે છે... ગામ નાનું એટલે જાહેર પણ તુરત જ થઈ જાય... જો કે હું આજે ગામ માં જ હતો એટલે ને પણ થોડા લોકો ને જણાવવામાં આવ્યું..આવનારી પૂજ્ય જ્યોતના દર્શન કરવા અમારા ગામના અમારી જ્ઞાતિના લોકો ને જણાવવામાં આવ્યું.. આશરે એ પૂજ્ય જ્યોત 2.00 કલાકે અમારા ગામે, અમારા મંદિરે પહોંચી. આથી આ પૂજ્ય જ્યોતના દર્શન નો લાભ લેવા ગામના વડીલો તેમજ પુરુષો અને સ્ત્રીઓ બધા જ મંદિરે ભેગા થયા... જ્યોત ને એક સ્થાને મુકવામાં આવી. મંદિરે માઇક અને ઢોલ ની વ્યવસ્થા હતી