43. સાહેબ તમારું નામ શું?આમ તો કોઈ પોતાને નામથી બોલાવે ત્યારે ખુશી થાય. સોશિયલ મીડિયા પર hi sunil લખી કશું આવે, કોઈ મિત્ર સુનિલભાઈ કેમ છો પૂછે, કોઈ બેંકર મિત્ર અંજારીયા સાહેબ, શું ચાલે છે એમ પૂછે ત્યારે ખરેખર ખુશી થાય.બેંકમાં આમ તો નોકરીમાં રહ્યો તેના થોડા વખત બાદ જ આપણા નામની લાકડાં પર પેન્ટ કરેલી નંબર પ્લેટ ટેબલે મૂકી દેવાતી. બદલી થાય ત્યાં લઈ જાઓ કે ત્યાં નવી બનાવો. એનો ઉપયોગ બેન્કમાં પંખાઓ જ હતા ત્યારે પેપરવેઇટ તરીકે કરતા. પછી નવા રિકૃટ એ પ્લેટ બાજુમાં સિગ્નેચર જોવાનાં કાર્ડની કેબિનેટ પર મૂકી દેતા. કોઈને કર્મચારી કે અધિકારીનાં નામની પડી ન હતી,