" મારી પત્ની છે હવે એ કોઈ ની દીકરી નથી કે નથી હવે એ કોઈની બહેન અને હવે થી એની બધી જ જવાબદારી મારી છે અને એના પર અધિકાર પણ ફક્ત મારો જ છે અને રહેશે જ્યાં સુધી મારું આ જીવન છે ત્યાં સુધી . હવે ફક્ત મોત જ મને મારી જ્યોતિ થી અલગ કરી શકે છે . " સ્વપ્નિલે જ્યોતિ નો લાલ ચૂડલા વાળો હાથ પકડ્યો અને મંડપ તરફ લઈ ગયો .વિધી આ બધું સ્તબ્ધ થઈ ને જોઈ રહી પોતે કાઈ પણ દલીલ કરી શકે તેમ જ નહોતી કેમ કે પોતે જાણતી હતી કે સ્વપ્નિલ એ જે કહ્યું તેમાં