(પાત્રોના નામ અને સ્થળ કાલ્પનિક છે જેની સૌએ નોંધ લેવી.) સમી સાંજના આછા આછા ગુલાબી અને કેસરી રંગના વાદળો મધ્યે સૂરજ છુપાવવાની તૈયારી કરી રહ્યો હતો, એવા સમયે મુંબઈના દરિયા ના એ કાંઠે બેસીને ઊંડે ઊંડે દરિયાના મોજાની પાણી સાથેની રમત એકધારી રીતે વ્યોમેશ જોઈ રહ્યો હતો. વ્યોમેશ દેખાવે તો સારા ઘરનો લાગતો હતો. મજબૂત કદ કાઠી હતી અને ઘંઉવર્ણી કાયા એની મોટી મોટી આંખો અને કાળા વાંકડિયા ઝુલ્ફો જે ઉડાઉડ થતા તેનાથી તે વધુ રૂઆબદાર લાગી રહ્યો હતો. વ્યોમેશ બેસી ને બસ શું વિચારતો હશે એ તો એને જ ખબર, પરંતુ તેની આંખોમાંની ઉદાસીનતા છુપી રહેતી ન