ભૂલ છે કે નહીં ? - ભાગ 52

  • 456
  • 1
  • 196

મને દુખાવો ઉપડતા તરત જ જીજાજીને બોલાવ્યા અને એમની રિક્ષામાં અમે હોસ્પિટલ ગયા. ડોકટરે કહ્યું ડિલિવરીનો દુખાવો છે પણ હજી વાર લાગશે. કદાચ કાલ સવાર પણ થઈ જાય. ડોકટરે કહ્યું કે અહીં રોકાવાનો અર્થ નથી ઘરે જાવ અને જ્યારે એમ લાગે કે હવે દુખાવો સહન થાય એવો નથી ત્યારે આવી જજો. એટલે અમે પાછા ઘરે આવી ગયા. મમ્મીએ જલ્દીથી ઘરના બધા કામ પતાવી દીધા. મમ્મી સાંજે એકલા જ મંદિરે જઈ આવ્યા. સાંજનું બધાનું જમવાનું પતાવીને પરવારતા મમ્મીને લગભગ રાતના નવ વાગી ગયા. હું આમ તો ઘરમાં હરતી ફરતી જ હતી. બસ દુખાવો થતો હતો. મમ્મીએ કહ્યું કે તમારો ફોન આવે